
સ્વ. શ્રી ડુંગરશી વ્હાલજીભાઈ
ડુંગરશી વ્હાલજી ભાઈ નો જન્મ સન. ૧૨-૦૧-૧૮૯૯માં નડિયાદ મુકામે થયો હતો. તેઓનું બાળપણ અને અભ્યાસ પણ ત્યાં જ પૂરો થયો હતો.તેમણે શિક્ષક તરીકે તેમની પદવી પ્રાપ્ત કરી હતી. પુખ્તવયની ઉંમર થતા તેમના લગ્ન સ્વ.શ્રી. રામજીનાથા મોગરીયા,(લોટીયાભાગોળ, આંણદ) ના પુત્રી, માર્થાબેન સાથે થયા હતા.રામજી નાથા તે આફ્રિકામાં રહેતા હતા અને લગ્નબાદ ડુંગરશી તથા માર્થા આફ્રિકા રહયા હતા.
ઘણાં સમય પછી તેઓ ભારતમાં આવીને કરાંચીમાં રહ્યા. કરાંચીમાં રાષ્ટ્રીય શાળામાં તેઓ બન્ને શિક્ષક તરીકેની ફરજ બજાવતાં હતાં.
તેમના પિતાજી વ્હાલજીનાં એકના એક પુત્ર હોવાથી તેઓને પાછા નડિયાદ મુકામે બોલાવી લીધા. પછી તેઓ ખેતીનું કામ કરતા. તેમના પિતાનાં અવસાન બાદ તેઓ અમદાવાદ આવીને વસ્યા.અમદાવાદમાં તેઓ બંન્ને પતિ પત્નિ મ્યુનિસીપલ શાળામાં શિક્ષક, શિક્ષિકાની નોકરી કરતા હતા. પ્રભુએ તેઓને જીવનમાં બે પુત્રો અને એક પુત્રી તરીકે બાળકોનું દાન આપ્યું હતું . મ્યુની શાળામાં આચાર્ય તરીકેની પદવી ભોગવી નિવૃત થયાં.

