ક્લેમેન્ટ માસ્ટરનો જન્મ સન. ૧૧-૧૧-૧૯૩૮માં થયો હતો. તેઓ ઘરમાં સૌથી નાનાં પુત્ર હતા. નાનપણમાં જ તેઓએ તેમનાં માતૃશ્રીને ગુમાવ્યા હતા. પરંતુ … બાપુજી, મોટા ભાઇ કાંતિ (ડેવિડ) અને મોટા બહેન સુનંદા ની છત્રછાયામાં અને એક-મેક નાં પ્રેમમાં તેઓ જ્ઞાન અને ડહાપણથી વધતાં ગયા.
તેઓએ બી.કોમ. (વિનીત સુધી) નો અભ્યાસ પૂર્ણ કર્યો. મ્યુ. શાળામાં તેઓને શિક્ષક તરીકેની નોકરી પ્રાપ્ત થઇ. સ્વભાવે નામ પ્રમાણે ક્લેમેન્ટ (દયાળુ) હતા. તેઓ દરેકને માન આપતાં અને પ્રભુના શિક્ષણ પ્રમાણે દરેકને પ્રેમ કરતાં. સન ૩૦-૩-૧૯૬૦માં ધી અમ. ઇલે. કંપનીમાં જોડાયા હતા.
ત્યારબાદ તેઓનાં લગ્ન સ્વ. શ્રીમતી લીલાવતી મુળજીભાઇ ચૌહાણ સાથે સન. ૮-૧૧-૧૯૬૨માં થયાં હતા. તેમના લગ્નના ફક્ત બે વર્ષમાં જ સન. ૨૭-૫-૧૯૬૪ માં તેમની પત્નીનું મૃત્યુ થયું હતું. તેમના દ્વારા તેમને કોઇ સંતાન હતુ નહી.
ત્યારબાદ તેમના બીજા લગ્ન સન ૧૧-૪-૧૯૬૭ માં સ્વ. શ્રી. ફીલીપભાઇ પાંચાભાઇ સુંદર (ગામ. ચીખોદરા) અને સ્વ. શ્રીમતી આનંદીબેન ફીલીપભાઇ કારપેન્ટરનાં સુપુત્રી સ્વ. શ્રીમતી યુનિસ (શોભા)ની સાથે સાલ્વેશન આર્મી સેન્ટ્રલ હોલ (દાહોદ) મુકામે થયાં હતાં.
ક્લેમેન્ટ માસ્ટરનું બાપ્તીસ્મા સન ૨૬-૩-૧૯૩૯, દઢિકરણ સન. ૨૧-૨-૧૯૫૪ માં થયું હતું. તેઓ સ્વભાવે નીડર સાહસીક પણ હતા.તેઓમાં લીડર તરીકેની ખાસીયત હતી અને પછી રાજકીય ક્ષેત્રે સ્વતંત્ર પક્ષમાં જોડાયા હતા. તે સાથે તેઓ ક્રાઇસ્ટ ચર્ચ શાહુપુરમાં સેક્રેટરી તરીકેની સેવા બજાવતાં હતાં. ધી ઇન્ડીયન ક્રિશ્ચિયન એસોસિએશનમાં પણ સેક્રેટરી ની માનદ સેવા કરતાં હતાં. અને સામાજીક ક્ષેત્રે તેઓએ ઘણાં સમાજ લક્ષી કાર્યો પાર પાડ્યાં હતા
સન ૧૫-૯-૧૯૮૪માં તેઓએ તેમનું જીવન પ્રભુને અર્પણ કર્યુ અને તારણ પામ્યા.તેઓ ચર્ચ ઓફ નોર્થ ઇગ્લેન્ડ (ક્રાઇસ્ટ ચર્ચ) મીરઝાપુરનાં સભાસદ હતા. તે ચર્ચમા તેઓએ ઘણાં વર્ષ સુધી સેક્રેટરીની માનદ સેવાઓ આપી હતી.ત્યારબાદ માનદ પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પ્રીઝન ફેલોશીપ ઇન્ડીયાનાં ડાયરેકટર તરીકેની માનદ પદવી પ્રાપ્ત કરી હતી. તે દ્વારા તેઓએ જેલની મુલાકાત, જેલનાં કેદીઓની તેમનાં કુંટંબીજનોની મુલાકાત અને તેઓને પ્રભુનું શિક્ષણ તેમજ સુવાર્તાનું કાર્ય કરતા અને બાઇબલ અને ઇસુ વિશેનું જ્ઞાન પૂરું પાડતા.
Joy Master
સન. ૧૭-૯-૧૯૯૦માં તેઓનાં પુત્ર સ્વ.શ્રી જોયને ભરજુવાનીમાં ગુમાવ્યો હતો.તે પણ તેઓ પ્રભુ પ્રત્યેનો ભરોસો ગુમાવ્યો ન હતો. પણ હિંમત અને બળ અને સામર્થ્ય થી પોતાનાં કાર્ય ને વેગ આપતાં. પરંતુ …… એ પુત્રનાં આધાતમાં તેઓને કમરનાં મણકાની તકલીફ થતાં તેઓ પથારીવશ થયાં.તે પણ પ્રભુનાં વિશ્વાસમાછેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત હતા.તેમનાં પત્ની શોભા એ એ સદ્ગુણી સ્ત્રીતરીકેની બધી જ જવાબદારી નિભાવતાં અને તેમની સેવા સુશ્રુસામાં તેમનો સમય વિતાવતા. સન ૬-૫-૧૯૯૩નાં રોજ તેXઓ આ પૃથ્વી પરનાં જીવન થી વિદાય લઇ હંમેશ હંમેશ માટે પ્રભુનાં અનંત – જીવનનાં વારસ માટે ચાલ્યાં ગયાં.